Thursday, May 21, 2015

મિલિયોનેર પટેલ USમાં 17 એકરમાં બનાવી રહ્યા છે મહેલ જેવું ઘર

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફ્લોરિડામાં ટેમ્પા બે ખાતે રહેતા વડોદરાના મોટા ફોફડીયા ગામના વતની ડો. કિરણ પટેલ તેમના નવા ઘરને કારણે ચર્ચામાં છે. પત્ની ડો. પલ્લવી પટેલ સાથે મળીને ડોક્ટર દંપતિએ સમાજસેવા, શિક્ષણ અને કલાના ક્ષેત્રે આગવું યોગદાન કર્યું જેને કારણે ફ્લોરિડા મીડિયા તેમને 'ધ પાવર કપલ' તરીકે સંબોધે છે.  ડેલ માબ્રી હાઇ-વેને અડીને તૈયાર થઇ રહેલી ઇમારતને જોઇને મોટાભાગના લોકો સમજી રહ્યા છે કે, અહીં કોઇ ભવ્ય હોટેલ તૈયાર થઇ રહી હશે, પરંતુ અહીં જ ડો. પટેલનું આલિશાન ઘર તૈયાર થઇ રહ્યું છે.  
 
મહેલની ડિઝાઇન પરથી તૈયાર થઇ રહ્યું છે ઘર
 
ટેમ્પાના કેરોલવૂડ વિસ્તારમાં આવેલા વ્હાઇટ ટ્રાઉટ લેકની નજીક 17 એકર જમીન પર પટેલ પરિવારનું ઘર તૈયાર થઇ રહ્યું છે. અંદાજે 35000 સ્ક્વેયર ફૂટમાં પથરાયેલ આલિશાન મકાનની ડિઝાઇન ભારતના કેટલાંક મહેલો પરથી ઇન્સ્પાયર્ડ છે. ડો. પટેલનું આ ઘર હિલ્સબરો કાઉન્ટીમાં સૌથી વિશાળ હશે.   
 
મુખ્ય બિલ્ડિંગમાં 8400 ફૂટના બે વિશાળ વિંગ છે. જેમાં એક તરફ ડો. પટેલ અને તેમનાં પત્ની રહેશે. જ્યારે બીજા વિંગમાં તેમનો દીકરો પોતાના પરિવાર સાથે રહેશે. તે સિવાય તે જ કમ્પાઉન્ડમાં તેમની બે દીકરીઓ માટે 7000 સ્ક્વેયર ફૂટના ઘર તૈયાર થઇ રહ્યા છે. તે સિવાય અહીંયા મંદિર, મિનિ થિયેટર, ત્રણ ગેસ્ટ હાઉસ, 12 કાર માટેનું ગેરેજ, સ્ટાફ હાઉસ અને કોમન મેઇન્ટેનેન્સ બિલ્ડિંગ પણ તૈયાર થઇ રહ્યા છે. 
 
ફ્રીડમ હેલ્થના માલિક મલ્ટિ મિલિયોનેર પટેલે પોતાના અતિ ભવ્ય ઘર અંગે  સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, પ્રેક્ટિકલી કહું તો આ જગ્યાએથી એરપોર્ટ, ઓફિસ, શાળાઓ, હોસ્પિટલ બધું જ નજીક છે. મારો પરિવાર આગામી 50 વર્ષ સુધી ભેગો જ રહે તે માટે જ ખાસ આ ઘરને હું તૈયાર કરાવી રહ્યો છું. જો મેં જે વિચાર્યું છે એમાં મને સફળતા મળશે તો ઘર પાછળ કરેલ ખર્ચ યથાર્થ ઠરશે. 
 
વર્ષ 2012ના નવેમ્બર મહિનામાં અહીંયા ભૂમિ-પૂજન થયું હતું. અંદાજાનુસાર 2016 સુધીમાં આ ઘર તૈયાર થઇ જશે. મહેલો પરથી ઇન્સ્પાયર્ડ ઘરને તૈયાર કરવામાં કેટલો ખર્ચ થયો તે હજુ સુધી સ્પષ્ટ નથી.
 
આગળ વાંચોઃ આફ્રિકાના નામકડા દેશ ઝામ્બિયામાં જન્મેલો યુવક કેવી રીતે બન્યો મિલિયોનેર
વર્ષ 2012માં ટેમ્પા બે ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં ડો. પટેલે પોતાના જર્ની અંગે વાત કરી હતી. ડો. પટેલે જણાવ્યું હતું કે, 39 વર્ષ પહેલા 1976માં હું થેંક્સગિવિંગ ડે પર હું ઝામ્બિયા (આફ્રિકા)થી અમેરિકા આવ્યો હતો. કાર્ડિયોલોજિસ્ટ એવા કિરણ પટેલના પત્ની પલ્લવી પટેલ પીડિયાટ્રિશિયન છે. તેઓ અમદાવાદની જ મેડિકલ કોલેજમાં મળ્યા હતા. 
 
1999માં ડોક્ટરી છોડવા અંગે પટેલે કહ્યું હતું કે, તે સમયે ફ્રીડમ હેલ્થનો બિઝનેસ 100 મિલિયન ડોલર સુધી પહોંચ્યો હતો ને ડોક્ટરી અને બિઝનેસ બંને સંભળાવું પોસિબલ ન હતું આથી મેં બિઝનેસ પર ફોકસ કરવાનું નક્કી કર્યું. ડોક્ટર હતો ત્યારે મારો બધો સમય પ્રોફેશનને જ સમર્પિત હતો. હું પહેલેથી જ જોખમ લેનારો અને ક્રિએટિવ ફાઇનાન્સિંગમાં રસ ધરાવતો વ્યક્તિ છું. મારી રેસિડેન્સી 1982માં પૂરી થઇ પછી તરત જ મેં પ્રેક્ટિસ શરૂ કરી હતી, જે અસાધારણ પગલું હતું. બાદમાં મેં મારું ઘર ખરીદ્યું ને થોડા જ સમયમાં બે મર્સિડીઝ ખરીદી. તે સમયે મને એક કલાકના 25 ડોલર મળતા હતા, આથી મેં મનમાં ગણતરી કરી કે, એક દિવસમાં હું 300 ડોલર કમાઇ શકીશ. જેમાંથી 10 દિવસનું કામ હું ઘર માટે અને ચાર દિવસ કારના પૈસા માટે કામ કરતો હતો. મને ક્યારેય કામના કલાકોથી ડર નથી લાગ્યો. 
 
'ધ રિચેસ્ટ' અનુસાર, ડો. પટેલની સંપત્તિ 250 મિલિયન ડોલર છે.
 
આગળ વાંચોઃ ડો. કિરણની કંપનીનું ટર્નઓવર 1 બિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું 

પોતાના ઘર અંગે 65 વર્ષીય ડો. પટેલે જણાવ્યું હતું કે, આ વિશાળ પ્રોપર્ટીમાં ઓછામાં ઓછામાં ચાર પરિવારો રહેશે. મારું, મારા દીકરાનું અને બંને દીકરીઓના પરિવાર. ચારેય પરિવાર સાથે અને સ્વતંત્ર રીતે રહી શકે તે રીતે ઘર તૈયાર થઇ રહ્યું છે. સુખ-દુઃખની ઘડીમાં આખો પરિવાર સાથે જ હોય તેવી જ આશા સાથે હું આ ઘર તૈયાર કરી રહ્યો છું. અહીંયા મારા પૌત્ર-પૌત્રીઓ ભેગા ઉછરશે જેથી તેમની વચ્ચેનું બોન્ડિંગ ખૂબ સરસ હશે. 
 
ડો. પટેલ હેલ્થએજ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સના એડવાઇઝરી પાર્ટનર છે.  વર્ષ 1992થી 2002 દરમિયાન તેઓ વેલકેર HMOના સીઇઓ હતા. તે દરમિયાન કંપનીનું ટર્નઓવર 1 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું. હાલમાં કંપનીમાં 4.50 લાખ ક્લાયન્ટ્સ છે અને 1200 લોકો કંપનીમાં કામ કરે છે. 
 
હેલ્થ સેક્ટર સિવાય ડો. પટેલ રિયલ એસ્ટેટમાં પણ સક્રિય છે. તેઓ હાલમાં પટેલ ફાઉન્ડેશન ફોર ગ્લોબલ અન્ડરસ્ટેન્ડિંગના ચેરમેન તરીકે કાર્યરત છે. તે સિવાય તેઓ વિઝનરી મેડિકલ સિસ્ટમ્સમના ચેરમેન તરીકે પણ તેઓ કાર્યરત છે.
 
મિલિયોનેર પટેલ USમાં 17 એકરમાં બનાવી રહ્યા છે મહેલ જેવું ઘર
હિલ્સબરોમાં તૈયાર થતું આલિશાન ઘર, (ઇન્સેટમાં ડો. કિરણ પટેલ))
ડો. પટેલના ભવ્ય ઘરની ડિઝાઇન ભારતના વિવિધ મહેલો પરથી ઇન્સ્પાયર્ડ છે.

મિલિયોનેર પટેલ USમાં 17 એકરમાં બનાવી રહ્યા છે મહેલ જેવું ઘર

મહેલ જેવા ઘરનો મુખ્ય હોલ આવો હશે.

મિલિયોનેર પટેલ USમાં 17 એકરમાં બનાવી રહ્યા છે મહેલ જેવું ઘર

મિલિયોનેર પટેલ USમાં 17 એકરમાં બનાવી રહ્યા છે મહેલ જેવું ઘર

મિલિયોનેર પટેલ USમાં 17 એકરમાં બનાવી રહ્યા છે મહેલ જેવું ઘર

તૈયાર થઇ રહેલા ઘરનો એરિયલ વ્યૂ આવો હશે.


મિલિયોનેર પટેલ USમાં 17 એકરમાં બનાવી રહ્યા છે મહેલ જેવું ઘર

ફ્લોરિડાનું 'પાવર કપલ': ડો. કિરણ અને ડો. પલ્લવી પટેલ.


No comments:

Post a Comment