Thursday, May 21, 2015

વિદેશની નોકરી છોડી શરૂ કરી પોતાની વેબસાઇટ, આજે છે કરોડોની માલિક

તસવીરઃ અનિશા સિંહ

અનિશા સિંહ, ફાઉન્ડર અને સીઈઓ (Mydala.com)
અનિશા સિંહ આજ કરોડો રૂપિયાની માલિક છે. અનિશાએ વિદેશમાં નોકરી છોડીને 2009માં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. શરૂઆતમાં સેન્ટ્રા સોફ્ટવેર, બોસ્ટનમાં કામ કર્યું. તેમણે એવી મહિલાઓ માટે ફંડની વ્યવસ્તા કરી જેમની પાસે ઇનોવેટિવ આઇડિયા હતા અને જે ઉદ્યમી બનવા માગતી હતી. ભારત આવતા પહેલા અનિશા કિનિસ સોફ્ટવેર સોલ્યૂશન્સમાં નોકરી કરી ચૂક્યા હતા. આ કંપની ઈ-લર્નિંગ સોલ્યૂશન્સ આપે છે, જે ફોર્ચ્યૂનની 500 શ્રેષ્ઠ કંપનીઓમાં સામેલ છે. ત્યાર બાદ અનિશા સિંહ ભારત પરત ફર્યા અને વર્ષ 2009માં Mydala.com નામની એક વેબસાઇટ બનાવી. આજે આ વેબસાઇટ ભારતની મોટી વેબસાઇટ છે, જે ગિફ્ટ કૂપન ઉપલબ્ધ કરાવે છે. અનિશાની પાસે પોલિટિકલ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી છે. ઉપરાંત તેમણે અમેરિકન યૂનિવર્સિટી, વોશિંગ્ટનથી ઇન્ફોર્મેશન સિસ્ટમમાં એમબીએ કર્યું છે. 

બે એવોર્ડ મળી ચૂક્યા છે
અનિશા સિંહને વુમન લીડરશિપ એવોર્ડ (2014) અને લીડિંગ વુમન ઇન રિટેલ (2012) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 

શું છે વિશેષતા
સ્થાપક સભ્યઃ અનિશા સિંહ, અર્જુન બાસુ, આશીષ ભટનાગર
મર્ચન્ટ્સ (વ્યાપારી)- બે લાખથી વધુ
યૂનીક વિઝિટર્સ- 5 કરોડ
રજિસ્ટર્ડ યૂઝર્સ- 2.5 કરોડ
કસ્ટમર ટ્રાન્ઝેક્શન દર મહિને- 40 લાખ
ફન્ડિંગ- 43 કરોડ 78 લાખ રૂપિયા
આટલી રકમનો સામાન વેચે છેઃ 300 કરોડ દર મહિને
વિદેશની નોકરી છોડી શરૂ કરી પોતાની વેબસાઇટ, આજે છે કરોડોની માલિક

પંખુરી શ્રીવાસ્તવ, સહ સ્થાપક અને સીએમઓ (GrabHouse.com)
પંખુરી શ્રીવાસ્તવને ભણવા અને ડાન્સ કરવાનો શોખ હતો. પંખુરી ભોલા યૂનિવર્સિટીથી કોમ્પ્યુટર સાયન્સ અને એન્ડિનિયરિંગ કર્યું છે. પંખુરીને ટેક ફોર 
ઇન્ડિયામાં ફેલોશિપ પણ મળી ચૂકી છે. તેઓ વર્ષ 2010માં મુંબઈ આવ્યા હતા. અહીં આવીને લાગ્યું કે ઘર શોધું કેટલું મુશ્કેલ છે. એટલું જ નહીં ઘર શોધવા માટે 
દલાલને પણ સારી એવી રકમ આપવી પડે છે. ત્યાર બાદ તેમણે પોતાની એક વેબસાઇટ શરૂ કરવાનો વિચાર આવ્યો, જેના દ્વારા લોકો પોતાના માટે ઘર શોધી 
શકે. ખાસ કરીને વિદ્યાર્થી, જેમને બજેટ ઘરની જરૂરત વધુ હોય છે. ત્યાર બાદ તેમણે ભારતની ફ્રી રુમમેટ સર્ચ એન્જિન (GrabHouse.com) શરૂ કરી.

નેહા બેહાની, સહ-સ્થાપક (Moojic.com)

નેહા બેહાની, સહ-સ્થાપક (Moojic.com)
ઓનલાઇન મ્યૂઝિક સંભળાવતી વેબસાઇટ મૂજિક ડોટ કોમની પાછળ બે વ્યક્તિ ફાળો મહત્ત્વપૂર્ણ છે. એક છે સહ-સ્થાપક નેહા બિહાની અને સહ-સ્થાપક કુમારન 
મહેન્દ્રમ. નેહા શરૂથી ઉદ્યમી બનવા માગતી હતી. આ જ કારણ છે કે, તેમણે પોતાની નોકરી છોડી દીધી. નેહાએ કંઈક ખાસ કરવાનો વિચાર હતો અને એજ 
આઇડિયા સાથે તેઓ કુમારનને મળી. નેહા લોકોને એક એવું પોર્ટલ ઉપલબ્ધ કરાવવા માગતી હતી જે સરળતાથી મ્યૂઝિક સાંભળી શકે. તેમની વેબસાઇટ પર 
કોઈપણ પ્લે લિસ્ટ બનાવી શકે છે. મૂજિક ડોટ કોમ હાલમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી વેબસાઇટમાંથી એક છે. 

વિદેશની નોકરી છોડી શરૂ કરી પોતાની વેબસાઇટ, આજે છે કરોડોની માલિક

ગુરલીન કોર, સીઈઓ, હરી પત્તી
ગુરલીને ગાઝિયાબાદના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેક્નોલોજીથી ફાઇનાન્સનો અભ્યાસ કર્યો છે. ઉપરાંત તેમની પાસે એસએસ કોલેજ ઓફ બિઝનેસ સ્ટડીઝની BFIA (Bachelor in Financial and Investment Analysis) પણ લીધી છે. કોલેજના દિવસોમાં તેમને બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. કોલેજ છોડ્યા બાદ તેમણે હરી પત્તી નામથી એક વેબસાઇટ શરૂ કરી. તેમની કંપની લોકોને રોકાણ માટે ટિપ્સ આપે છે. નાણાંકીય સપોર્ટની સાથે જ ટૂંકા અને લાંબાગાળા માટે ધ્યેય મેળવવાની રીત પણ જણાવે છે. ગુરલીનું અંગ્રેજી સારૂ છે. તેની સાથે જ તેમને બ્લોગ લખવાનું પસંદ છે. તેઓ પોતાના બ્લોગ પર એવી તમામ વાત લખે છે, જેનાથી તે શીખે છે. 

વિદેશની નોકરી છોડી શરૂ કરી પોતાની વેબસાઇટ, આજે છે કરોડોની માલિક

નીરુ શર્મા, સહ-સંસ્થાપક (Infibeam.com)
નીરૂ શર્મા ઇન્ફીબીમ કંપનીની સહ-સ્થાપક અને કોર્પોરેટ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ હેડ છે. આ વેબસાઇટ ભારતની મુખ્ય ઈ-કોમર્સ વેબસાઇટમાંથી એક છે. ઇન્ફીબીમે થોડા દિવસ પહેલા પિક્સ્ક્વેયર ડોટ કોમ (Picsquare.com)નું અધિગ્રહણ કર્યું. પિક્સ્કવેયર ડોટ કોમ એક ફોટો પ્રિન્ટિંગ વેબસાઇટ હતી. આ પેહલા નીરૂની કંપનીએ પાંચ મિલનય ડોલરમાં ડિજિટલ માર્કેટિંગ કંપની ઓડિગ્માનું અધિગ્રહણ કર્યું હતું. નીરૂ આ પહેલા એમેઝોન ડોટ કોમ, યૂએએસમાં કોર્પોરેટ ડેવલપમેન્ટ અને મિડલ રિટેલ વિભાગમાં કાર કરી ચૂક્યા છે. જ્યાં સુધી અભ્યાસની વાત છે, નીરૂ કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી લીધી છે. આ વેબસાઇટ શરૂ કરતા પહેલા પણ તેઓ એક પ્રોજેક્ટ્સ પર કામ કરી ચૂક્યા છે. 


No comments:

Post a Comment