ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જ્યારે કોઈ ઝઘડો થાય છે તો, તમે સામેના માણસને કહી દો છો કે- બે કોડીના માણસ તારી શું ઓકાત છે. કદાચ તમને ખબર નહીં હોય કે બે કોડી જ માણસને કરોડપતિ બનીવી શકે છે. કોડીઓમાં એટલો દમ હોય છે કે માણસના જીવનની કાયાપલટ થઈ જાય છે. વાસ્તવમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કોડીઓ રાખવી ખૂબ જ શુભ હોય છે. પરંતુ હા જો તમને આ કોડીઓથી વધુ લાભ મેળવવો હોય તો તમે અહીં આપેલ કેટલીક ટિપ્સને અપનાવીને તમારા જીવનમાં રંગ ભરી શકો છો.
કોડીઓનું મહત્વ માત્ર ભારતમા જ નહીં ચીનમાં પણ છે. ચીની જ્યોતિષ પ્રમાણે કોડીઓ દ્વારા વાસ્તુદોષ દૂર કરી શકાય છે. ઈતિહાસમાં જોઈએ તો મહાભારત દરમિયાન કૌરવો અને પાંડવો ચોસડ પણ આ કોડીઓથી જ રમતા હતા. ઉત્તર ભારતમાં દીવાળીના દિવસે કોડીઓની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં લક્ષ્મી આવે છે. તે સિવાય વારાણસીમાં એક મંદિર છે, જ્યાં કોડીઓથી જ પૂજા થાય છે. અહીં આપવામાં આવેલ કેટલીક પૂજા વિધીઓનું ફળ મેળવવા તમે વિચાર કરશો કે આખરે માણસ કોડીનો કેવી રીતે હોઈ શકે છે. આ કોડીઓ સામાન્ય હોય છે પરંતુ તેને અભિમંત્રિત કરીને ખાસ રીતે સિદ્ધ કરીને ચમત્કારી બનાવી શકાય છે.
નાણાકીય સ્થિતિ સુધારોઃ-
કોઈ શુભ કાળમાં 11 ધનદાયક કોડીઓને પીળા વસ્ત્રમાં બાંધીને ધનના સ્થાને રાખવાથી આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવે છે.
વેપારને વધારવા માટે કોડીઓનો ઉપાયઃ-
શુભ દિવસોમાં લક્ષ્મી પૂજામાં-
માતા લક્ષ્મીની કૃપા બની રહે તે માટે ધનતેરસ કે કોઈપણ શુભ દિવસે ચાંદીની ડબ્બીમાં 5 ધનકારક કોડીઓ, કચનારના પત્તા અને મધને રાખવાથી માતા લક્ષ્મી અને કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે.
જો બીમારી ચાલી રહી હોય તોઃ-
જો કોઈ વ્યક્તિ ઘણા સમયથી રોગ ગ્રસ્ત હોય અને સ્વસ્થ ન રહેતું હોય, તો તે પ્રથમ સોમવારે સફેદ વસ્ત્રમાં 3 અભિમંત્રિત ગોમતી ચક્ર, 11 નાગકેસરની જોડી અને 7 ધનદાયક કોડીઓ બાધીને કપડાં ઉપર હરશ્રૃંગાર કરીને અત્તર લગાવીને વ્યક્તિની ઉપરથી 9 વાર ઊતારીને શિવ મંદિરમાં અર્પિત કરી દો. લાભ ચોક્કસ મળશે.
સારી નોકરી માટેઃ-
જો તમે કોઈ ઈન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હો, તો 5 અભિમંત્રિત કોડીઓ ઉપર હળદર લગાવીને તેને પોતાની ઉપર 7 વાર તારીને કોઈ હરિજનને 21 રૂપિયા સાથે આપી દો. તેનાથી તમને સફળતા ચોક્કસ મળશે.
ખરાબ નજરથી બચવા માટેઃ-
અભિમંત્રિત કોડીઓમાં છેદ કરીને બાળકના ગળામાં કાળા દોરાની સાથે ધારણ કરવાથી બાળક ઉપર નજર લાગતી નથી, ઉપરી બાધાઓથી બચીને બાળક સ્વસ્થ રહે છે.
આર્થિક સ્થિતિ માટેઃ-
અભિમંત્રિત ધનદાયક કોડીઓ અને સાત અભિમંત્રિત ગોમતીચક્ર ઉપર હળદરથી તિલક કરી પૂજાના સ્થળે પીળા વસ્ત્રમાં રાખવાથી પરિવારની આર્થિક સ્થિતિ સુદ્રઢ બની રહે છે.
-પાંચ કોડી ગોમતી ચક્રને લાલ વસ્ત્રમાં બાંધીને ઘરની ચોખટ ઉપર બાંધવાથી ધન સંબંધી કામોમાં લાભ મળવા લાગે છે.
-લક્ષ્મી, ભગવાન નારાયણની પત્ની છે અને નારાયણને અત્યંત પ્રિય પણ છે. તેમન ઉત્પતિ સમુદ્ર મંથન દ્વારા થઈ હતી. શંખ, મોતી, સીપ, કોડી પણ સમુદ્રથી પ્રાપ્ત થવાને લીધે જ નારાયણને પ્રિય છે. આથી લક્ષ્મી પૂજામાં સમુદ્રથી પ્રાપ્ત વસ્તુઓનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે પૂજા પછી વસ્તુઓને પોતાના ધનની જગ્યાએ સ્થાપિત કરવાથી ધનમાં વધારો થાય છે.