એક દિવસ યમદૂત એક માણસનો પ્રાણ હરણ કરવા એના ઘરે આવ્યો,
ત્યારે પેલા માણસે કીધુ : હું તારી સાથે આવવા બિલકુલ તૈયાર નથી.
યમદૂત : પણ તારું નામ મારા લીસ્ટમાં સૌથી ઉપર પેલા નંબરે છે, મારે તને લઈજ જવો પડે એમ છે.
માણસ : તો પછી મારી એક ઈચ્છા પૂરી કરો, તમે મારી સાથે અહી બેસીને થોડુક જમી લો, પછી આપણે બંને સાથે નીકળીએ.
(પેલા માણસે યમદૂતની નજર ચૂકવીને એના જમવામાં નિંદરની ગોળીઓ ભેળવી દીધી)
જમ્યા પછી યમદૂતને જબરદસ્ત નિંદર આવવા લાગી અને થોડીવારમા તો તે ઘસઘસાટ ઊંઘવા માંડ્યો.
એ ઉઠે તેની પહેલા જ ઓલા માણસે યમદુતના લીસ્ટમાંથી પોતાનું પહેલું નામ છેકીને સોથી છેલ્લે લખી દીધું.
થોડીવાર પછી યમદૂત મસ્ત પૈકી સુઈને ઉઠયા પછી ખુશમિજાજ અવાજે પેલા માણસને બોલ્યો : હું તારા પર બહુજ ખુશ છું, તારા ઘરે
સ્વાદિષ્ઠ ભોજન લઈને મને પરમ આનંદ થયો અને ખુબજ સરસ નિંદર આવી એટલે હવે હું મારા આ લીસ્ટમાની સૌથી છેલ્લી વ્યક્તિ જે
છે એને મારી સાથે સૌથી પેલા લઇ જઈશ!!!!
બોધ : મિત્રો, મૃત્યુને કોઈ નથી અટકાવી શકતું, જે વિધિમાં લખેલું છે, તે થઇનેજ રહેશે.