ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ભાગ્ય અને અભાગ્યની વાત મોટાભાગે થતી જ હોય છે. ભાગ્ય એટલે કે સુખ-સમૃદ્ધિ અને શ્રેષ્ઠ જીવન. અભાગ્ય એટલે કે દુઃખ અને પરેશાનિઓ ભર્યું જીવન. કોઇ વ્યક્તિને તેના ભાગ્યનો સાથ મળી રહ્યો છે કે નહી, વ્યક્તિની વર્તમાન પરિસ્થિતિઓને જોઇને જ સમજી શકાય છે. આચાર્ય ચાણક્ય એવી ત્રણ પરિસ્થિતિઓ જણાવે છે કે, જે કોઇપણ પુરૂષને દુર્ભાગ્યની તરફ ઇશારો કરે છે. અહીં જાણો આ ત્રણ પરિસ્થિતિઓ કઇ-કઇ છે.
આચાર્ય ચાણક્ય દ્વારા બતાવેલી નીતિઓમાં સફળ અને સુખી જીવનના કેટલાક સૂત્રો બતાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ ચાણક્યની નીતિઓનું પાલન કરે છે તો નિશ્ચિત જ તે અનેક પ્રકારની પરેશાનીઓથી બચી શકે છે. મોટાભાગે જાણ્યે-અજાણ્યે કેટલાક લોકો એવી વાતો અન્યોને બતાવી દે છે જે ભવિષ્યમાં કોઈ મોટા સંકટનું કારણ બની જાય છે. ચાણક્યએ મુખ્ય રૂપથી ચાર એવી વાતો બતાવી છે જેને હમેશા ગુપ્ત રાખવી જોઈએ. જે લોકો આ વાતો અન્ય લોકો પર જાહેર કરે છે તેમને પરેશાનીઓનો સામનો કરવો પડે છે.
આચાર્ય કહે છે-
वृद्धकाले मृता भार्या बन्धुहस्ते गतं धनम्।
भोजनं च पराधीनं त्रय: पुंसां विडम्बना:।।
આ શ્લોકનો અર્થ એ થાય છે કે, કોઇ વૃદ્ધ પુરૂષની પત્ની જો મૃત્યુ પામે તો તેની માટે તે દુર્ભાગ્યની વાત છે. જો યુવાનીમાં જ જીવનસાથીનો સાથ છુટી જાય તો પુરૂષ બીજા વિવાહ કરી શકે છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં પતિ અને પત્ની બન્ને માટે જીવન સાથીનો સાથ ખૂબ જ મહત્વરૂપૂર્ણ હોય છે, તે સમય તે વ્યક્તિ માટે નિરાશાજનક અને માનસિક તણાવ વધારનાર હોય છે.
દુશ્મના હાથમાં ગયેલું ધનઃ-
આચાર્ય કહે છે કે, જો કોઇ પુરૂષનું ધન કોઇ દુશ્મન અથવા ખરાબ સ્વભાવના ભાઇના હાથમાં જતુ રહ્યુ છે તો તે દુર્ભાગ્યની વાત છે. વ્યક્તિનું પોતે કમાયેલું ધન દુશ્મનના હાથમાં જતું રહે તો તે વ્યક્તિને બમણી પરેશાનિઓનો સામનો કરવો પડે છે. આ સંકટ સમયે આપણે બે પરેશાનિઓનો સામનો કરવો પડે છે. જેમાં પહેલું કે ધનહાનિને કારણે તે વ્યક્તિએ આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. બીજુ દુશ્મનના હાથમાં ગયેલ ધનનો ઉપયોગ તે વ્યક્તિની વિરૂધ્ધ કરવામાં આવી શકે છે. એટલે કે, આ પરિસ્થિતિથી બચવા માટે મહેનત કરતા રહેવી જોઇએ અને તમારા ધનની સુરક્ષાનું પૂરૂ ધ્યાન રાખવું જોઇએ.
બીજાના ઘરે રહેવું અથવા નોકર બનીને જીવન વિતાવવુઃ-
કોઇપણ પુરૂષ માટે આ દુર્ભાગ્યની વાત છે કે તેને બીજાના ઘરમાં રહેવું પડે છે. બીજાના ઘરમાં રહેવાથી વ્યક્તિને કોઇપણ કાર્ય કરતી પહેલાં ઘરના માલિકની અનુમતિ લેવી પડે છે. નોકર બનીને રહેવું કે બીજાના ઘરે રહેવાથી પુરૂષની સ્વતંત્રતા બધી જ રીતે છિનવાઇ જાય છે. નોકર બનીને રહેવું ખૂબ જ ભયંકર કષ્ટ આપે છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ તન અને મનથી દુઃખી રહે છે. એટલે નોકરના જીવનથી મુક્ત થવા માટેનો પ્રયાસ કરવો જોઇએ અને સ્વતંત્ર થઇને જીવન વ્યતીત કરવું જોઇએ.
આચાર્ય ચાણક્ય કહે છે-
अर्थनाशं मनस्तापं गृहिणीचरितानि च।
नीचवाक्यं चाऽपमानं मतिमान्न प्रकाशयेत्।।
नीचवाक्यं चाऽपमानं मतिमान्न प्रकाशयेत्।।
આ શ્લોકમાં પહેલી વાત એ બતાવવામાં આવી છે કે આપણે ક્યારેય અર્થ નાશ એટલે કે ધનથી જોડાયેલી હાનિની વાતો કોઈને કહેવી નહીં. જો આપણને ધનહાનિનો સામનો કરવો પડી રહ્યો હોય તો આપણી આર્થિક સ્થિતિ બગડી ગઈ છે જેથી આ સ્થિતિ કોઈની પર પણ જાહેર ન કરવી જોઈએ કારણ કે જ્યારે આ વાત બધાને ખબર પડશે તો ધન સંબંધી વિષયોમાં કોઈ આપણી મદદ કરશે નહીં. સમાજમાં ગરીબને ધનની મદદ સરળતાથી પ્રાપ્ત થતી નથી. જેથી આ વાતને હમેશા ગુપ્ત રાખવી.
આચાર્ય ચાણકય કહે છે કે-
अतिहि सरल नहिं होइये, देखहु जा बनमाहिं।
तरु सीधे छेदत तिनहिं, बांके तरु रहि जाहि।।
तरु सीधे छेदत तिनहिं, बांके तरु रहि जाहि।।
આ દોહામાં ચાણક્ય કહે છે કે જે લોકોનો સ્વભાવ વધારે સીધો-સાદો છે, તેમણે આવ રીતે રહેવુ જોઈએ નહીં. જે લોકો સીધા છે તેમનાથી ચાલાક લોકો અનુચિત લાભ ઉઠાવી શકે છે. ચાલાક લોકોને કારણે સીધા લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને સમાજમાં કેટલીકવાર અપમાન સહન કરવું પડે છે. સીધા અને સરળ લોકોને દુર્બળ સમજવામાં આવે છે.
આચાર્ય ચાણક્ય કહે છે કે વધુ પડતો સીધો સ્વભાવ પણ મૂર્ખતા માનવામાં આવે છે. જેથી વ્યક્તિ થોડો ચતુર અને ચાલાક પણ હોવો જોઈએ. જેથી તે જીવનમાં કેટલાંક કાર્યો પોતાના બળ પર સફળતા પૂર્વક કરી શકે.
No comments:
Post a Comment